કવિતા નું સૌંદર્ય/ कविता का सौंदर्य/ Beauty of the Poem (#લઘુકાવ્ય #लघुकाव्य #shortpoem – 1)

Hindi Translation:कविता का सौंदर्य नये नये शब्द,जैसे श्रृंगार कर रहे हैं,हमारे मन में। नये नये जज़्बात,जैसे श्रृंगार कर रहे हैं,हमारे दिल में। और काग़ज़ पर,छलक जाता है,सौंदर्य कविता का।English Translation:Beauty Of the Poem:Every new wordCreates beautyIn our mind.Every new feelingCreates beautyIn our heart.And with this rhythmWe can getThe beauty of the Poem. 

વિચાર મણકા (ધૈર્યની પરીક્ષા)/ (धैर्य की परीक्षा)

તમારા સ્વભાવ માં ધૈર્ય (ધીરજ) છે કે નહી, તેની સાચી પરીક્ષા ત્યારે જ થાય છે જ્યારે તમારી સાથે વાતચીત માં કોઈ વિવેક રાખે નહી, ત્યારે તમારી પ્રતિક્રિયા થી તમારા સ્વભાવ ની ઓળખ ઉભી થાય છે.हिंदी में अनुवादविचारो की माला- धैर्य की परीक्षाआपके स्वभाव में धैर्य ( धीरज) है या नहीं, उसकी सच्ची परीक्षा तब होती... Continue Reading →

સ્મિતની સુંદરતા (मुस्कान की सुंदरता)

સ્મિત એટલે, મનમાં ઉઠતી આનંદની અનેરી લહેર. સ્મિત એટલે, ભુલાવી દે, તમારા રોષ ને. સ્મિત એટલે, ઓગાળી દે, તમારા ગુસ્સા ને. સ્મિત એટલે, ખોવાઈ દે, તમને મીઠી યાદો માં. સ્મિત એટલે, કેટકેટલુ કરે, તાકાતથી ભરપૂર. આ તાકાત, આ સરળતા, આ જ તો છે, સ્મિત ની સુંદરતા. काव्य का हिंदी भाषा में अनुवाद मुस्कान की सुंदरता... Continue Reading →

વિચાર મણકા (નુકશાન અને ફાયદો)

નુકશાન થયું એ જ્યાં સુધી સ્વીકારી નહી લઈએ ત્યાં સુધી ફરીથી ફાયદો મેળવવા માટે પ્રયત્નો નહી થઈ શકે કારણકે નુકશાન પાછળ રડવામાં જ સમય જશે અને ફરીથી ફાયદો મેળવવાની વાર લાગશે. 

છે મારામાં જીગર

તારે મને માનસિક રીતે તોડવી જ છે ને,તો તોડી લે મને.છે મારામાં જીગર,તુટીને ફરીથી જોડાવાનું. તારે મને માનસિક તાણ, પરેશાની જ આપવી છે ને,તો તપાય, લે  મને.છે મારામાં જીગર,તપાઈને સોનું બનાવવાનું. તુ તારા તમસ થી જેટલી, મને કમજોર બનાવે છે,હુ મારા સત્ત્વ થી, એટલી જ મજબૂત બનુ છુ.છે મારામાં જીગર,તારી સામે ટકી રહેવાનું.  

વિચાર મણકા (દષ્ટિકોણ)

પોતાના જ વિચારો પર ચાલવુ અને બીજાને પણ ચલાવવુ - આવી માનસિકતા માણસને આગળ જતા એકલો પાડી દેશે કારણકે જીવન એટલે એકબીજા સાથે અને એકબીજાના વિચારોનું આદાન-પ્રદાન કરવુ તથા અલગ અલગ દૃષ્ટિકોણથી પણ વિચારવું. વિચારોની જડતા બાંધી દેશે જ્યારે વિચારોમાં પરિવર્તન ક્ષમતા માનસિક શાંતિ આપશે.

લોકગીત (ભાઈ બહેનના સંબંધ દર્શાવતું પ્રસિદ્ધ લોકગીત) કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભઈલો ઝુલાવે ડાળખી. લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય, હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલ્ણયો જાય, લીલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે. એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા, બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ, પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો. આજ... Continue Reading →

શબ્દોની કમાલ / शब्दों की कमाल

અણીદાર શબ્દો અને મુલાયમ શબ્દો અમુક શબ્દો અણીદાર હોય છે, તલવારની ધાર જેવા! કોઈને માનસિક રીતે ઘાયલ કરી શકે છે. અમુક શબ્દો મુલાયમ હોય છે, રેશમના કાપડ જેવા! કોઈને માનસિક રીતે ઠંડક આપી શકે છે. છે ને કમાલ આ શબ્દોની! કડવા શબ્દો અને મીઠા શબ્દો અમુક લોકો મીઠા શબ્દો બોલે છે, પણ એમની લાગણી સ્વાર્થી... Continue Reading →

Website Powered by WordPress.com.

Up ↑