આજે કારતક સુદ નોમ ના દિવસે પૂજ્ય રંગ અવધૂત મહારાજ ઉર્ફ પૂજ્ય બાપજી ની જન્મ જયંતી છે.
દત્તાત્રેય ભગવાન મારા ગુરુ છે, પૂજ્ય રંગ અવધૂત મહારાજ સંત અવતાર છે, જેમણે સમગ્ર ગુજરાતમાં દત્ત ભક્તિ નો પ્રચાર કર્યો, જે મારા માટે ગુરુ સમાન પૂજનીય છે.
આજે પવિત્ર દિવસે હુ મારા ગુરુને અમુક પંક્તિઓ સમર્પિત કરુ છુ.
**********************************
એક જ આધાર આપણો,
ગુરુ જે આપણો.
શ્રધ્ધા અને સબુરી પરનો વિશ્વાસ,
એ જ ખરો વિશ્વાસ.
“પરસ્પર દેવો ભવ” સૂત્રનું અનુસરણ,
એ જ ખરુ અનુસરણ.
શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાતમન,
એ જ ખરુ સ્મરણ.
ગુરુ સિવાય બધુ જ મિથ્યા,
ગુરુ સાથે જ બધુ સત્ય.
ગુરુની કૃપાથી મળેલો રસ્તો,
એ જ ખરો રસ્તો.
દત્ત-રંગ એ જ મારો આધાર,
ગુરુ એ જ મારો આધાર.
ગુરુનું શરણ જ એવું હોય છે કે સ્વીકારો એટલે તરત જ તમારા મનમાં શાંતિની લહેર ઉઠે, તમારા દિલમાં આનંદની લહેર ઉઠે અને તમને તમારી ભીતર સતત પ્રસન્નતાની અનુભૂતિ થયા કરે.
અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.