દોસ્તી મારા પરિવારના એક સદસ્ય દ્વારા વ્યક્ત કરવામાં આવેલ વિચાર:-
મનનો અરીસો
આપણે દરરોજ આપણી જાતને અરીસામાં જોઈએ છે, આપણો બાહ્ય દેખાવ બરાબર છે કે નહીં, પણ કદી આંતરિક દેખાવ, આંતરિક સ્થિતિ જોઈએ છે ખરા? અરીસામાં શરીર તો દરરોજ જોઈએ છે પણ કદી મનને જોઈએ છે? આપણી ખુશીઓનો ખજાનો આ જ મનના અરીસામાં છુપાયેલો છે. આ અરીસો શોધવા માટેની એક જ શરત છે કે આપણે એકાંતમાં પોતાની... Continue Reading →
ગુરુ એ જ આધાર
આજે કારતક સુદ નોમ ના દિવસે પૂજ્ય રંગ અવધૂત મહારાજ ઉર્ફ પૂજ્ય બાપજી ની જન્મ જયંતી છે. દત્તાત્રેય ભગવાન મારા ગુરુ છે, પૂજ્ય રંગ અવધૂત મહારાજ સંત અવતાર છે, જેમણે સમગ્ર ગુજરાતમાં દત્ત ભક્તિ નો પ્રચાર કર્યો, જે મારા માટે ગુરુ સમાન પૂજનીય છે. આજે પવિત્ર દિવસે હુ મારા ગુરુને અમુક પંક્તિઓ સમર્પિત કરુ છુ.... Continue Reading →
વિચાર-મણકા (જીદ)
હુ જે કહુ તે જ તમારે કરવાનું- આવું સંબંધમાં ન હોય. આ તો તમારા જિદીપણા અને અભિમાનનો વંટોળ છે,જે તમને બધાના દિલથી અને લાગણીઓની ભાવનાથી દૂર ફેંકી દેશે, તમને એકલા પાડી દેશે. સંબંધ તો એને કહેવાય જેમાં એકબીજાની ઈચ્છા પૂછવામાં આવે અને એકબીજાની ઈરછા પ્રત્યે માન જાળવવામાં આવે.
અધૂરી તારા વિના (Poem in Gujarati Language)
તારા વિનાનું એ શહેર, જેમાં હતી ભીડ, પણ ભીડમાં હુ એકલી. જેમ આંખ અધૂરી દૃષ્ટિ વિના, તેમ મારી જિંદગી અધૂરી તારા વિના. જેમ હૃદય અધૂરુ ધડકન વિના, તેમ મારું મન અધૂરુ તારા વિના. જેમ મોરની કળા અધૂરી વર્ષા વિના, તેમ મારી જાત અધૂરી તારા વિના. તારા પ્રેમથી જ તો મારુ હાસ્ય છે, તારા અસ્તિત્વથી જ... Continue Reading →
કુટુંબની એકતા [Unity of Family] [Family Illustration- 1]
કુટુંબનો પાયો જ પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને માન-સન્માન છે, એમાં દરેક વ્યક્તિ સમજણ, ધીરજ, ક્ષમા, જતુ કરવાની ભાવના જેવા ગુણો કેળવે તો જ જીવનમાં રંગ હોય છે. કુટુંબ એક માણસથી નથી બનતુ પણ માણસોના સમુહથી બને છે. એકમેકના વિચારોથી, પ્રતિભાથી કુટુંબની આર્થિક પ્રગતિ થતી હોય છે, ઘણાં બધા ફળ મળે છે, જેમાં જીવન જીવવાની કળા... Continue Reading →
મા
મા છે એક જ શબ્દ, પણ જાણે કે હજાર શબ્દ બરાબર, આ એક જ શબ્દ! મા એટલે મમતાનું બીજું નામ, મા એટલે મીઠાશનું બીજું નામ, મા એટલે માધુર્યતાનું બીજું નામ! મા એટલે આપણા લાડનો સરવાળો, મા એટલે એની સગવડોની બાદબાકી પણ, મા એટલે આપણી સગવડોનો ગુણાકાર, મા એટલે સ્વાર્થનો સંપૂર્ણ ભાગાકાર! એટલે જ તો, મા... Continue Reading →
વિચાર-મણકા (સ્વભાવ)
જો કંઈ સાચવવું હોય જીવનમાં તો તમારો સ્વભાવ સાચવજો. સ્વભાવ છે જે તમારી પ્રગતિ કરાવશે નહિ તો અધોગતિ કરાવશે. જો કંઈ ઓળખ ઊભી કરવી હોય જીવનમાં તો તમારા સ્વભાવથી કરજો. ભણતર, પૈસા, વ્યવસાય એ બધાની તો ઓળખ આવશે ને જશે મતલબ બદલાયા કરશે. સ્વભાવની ઓળખ કાયમ માટે બીજાના દિલમાં તમારી છાપ બનાવી દેશે.
સંબંધો
સંબંધો એક એવું ફૂલ છે, જે કાયમ જ મહેકાવે છે! પણ જાણે કેમ? એક ગુંચવાડો થઈ જાય છે આ સંબંધો! પ્રેમ છે પણ પ્રેમની અભિવ્યક્તિ નથી, પ્રેમ સામેવાળી વ્યક્તિના દિલ સુધી પહોંચી શકતો નથી, ત્યારે બને છે ગુંચવાડો આ સંબંધો! લાગણી છે પણ લાગણી દર્શાવવાતી નથી, લાગણી સામેવાળી વ્યક્તિના દિલ સુધી પહોંચી શકતી નથી, ત્યારે... Continue Reading →
