વિચાર-મણકા (નિયત)
ના તોલશો મને મારા શબ્દોથી, શબ્દો તો પારકાં હોય છે, જીભથી સરી પડે છે. તોલવી હોય તો તોલજો મારી નિયતથી, નિયત જ પોતાની હોય છે, જે દિલમાં જ રહે છે.
This is a demo store for testing purposes — no orders shall be fulfilled. Dismiss
ના તોલશો મને મારા શબ્દોથી, શબ્દો તો પારકાં હોય છે, જીભથી સરી પડે છે. તોલવી હોય તો તોલજો મારી નિયતથી, નિયત જ પોતાની હોય છે, જે દિલમાં જ રહે છે.
કુટુંબ કેવુ હોય? મારા સપનાં – તારા સપનાં એ આપણા સપનાં બને ત્યારે બને છે કુટુંબ. હું કંઈ ના બોલું પણ સામેવાળા સમજી જાય ત્યારે બને છે કુટુંબ. ત્યારે સર્વ ચોઘડિયા શુભ થઈ જાય છે. ત્યારે સર્વ દિન તહેવાર થઈ જાય છે.
થઈ ગઈ હતી બસ એક ભૂલ, પણ જાણે કે ફુલ કરમાઈ ગયું! જાણે કે આકાશ ફાટી ગયું! અને કહેવામાં આવ્યું કે, બસ થઈ જ કેમ ભૂલ? એક ક્ષણમાં થયેલી ભૂલે, ક્ષણેક્ષણ બાળી નાખી. કરુ હુ કબુલાત મારી ભૂલની, પણ નિર્દોષ નઝર ના મળી, નઝર મળી તો બસ ધિક્કારની! કરુ હુ કબુલાત મારી ભૂલની, પણ…
આવતી ક્ષણની તો ખબર નથી, તો વિતેલી ક્ષણોનો હિસાબ કેમ રાખવો? ભવિષ્ય આપણા હાથમાં નથી, તો ભુતકાળને હાથમાં કેમ રાખવો? જીવી લે વર્તમાનમાં તુ……! છોડ તુ હિસાબ કરવાનો દોસ્ત, છોડ તુ હિસાબ કુદરતનાં હાથમાં, જિંદગી બહુ નાની છે! માણી લે, જીવી લે. સફળ કરી લે જિંદગી તારી…! છે તુ સાચો, તો વાળ ન થાય તારો…
આ કવિતા મેં મારા પતિ સુરિલ માટે લખી છે. આજે એનો જન્મદિવસ છે, એ દિવસ પર હું એને આ કવિતા એક ભેટ તરીકે આપવા માગું છું. આવકાર મળ્યો તારી દુનિયામાં જ્યારથી, ત્યારથી થઇ મારી દુનિયા કંઇક અનેરી. કંઇક નવી શરૂઆત કરવાની પ્રેરણા, મળે છે મને તારાથી. ખુદ મારા પર વિશ્વાસ કરવાનો વિશ્વાસ, મળે છે મને…
આપે છે સુરજ રોશની એના કિરણોથી, કિરણો છે દુર છતાં નજીક. એટલે જ કદાચ, આપણા મન ને રોશની આપતા આપણા સ્વજનો હોય છે દુર છતાં નજીક. આપે છે પવન ઠંડક એની હવાથી, હવા છે દુર છતાં નજીક. એટલે જ કદાચ, આપણા મન ને ઠંડક આપતા આપણા સ્વજનો હોય છે દુર છતાં નજીક. અંતર હોય ગમે…
સૂર્ય રોજ સવાર રૂપે ઉગે છે, સૂર્ય રોજ સાંજ રૂપે આથમે છે, ઉગશે એ આથમશે અને આથમશે એ ઉગશે જ. અનેરો મહિમા છે બંનેનો! તો તું શા માટે અટકે છે? ધરતી સૂર્યના પ્રકાશિત કિરણોથી ચમકી ઉઠે છે, ધરતી તારા અને ચંદ્રની ચાંદનીમાં પણ સજી ઉઠે છે, અજવાળાંનો મહિમા છે તો, અંધકારનો મહિમા પણ છે ….
ચંચળ અને અલ્લડ એ તો સદાય હસતી રમતી એ તો માંગણી ફક્ત ગેલ-ગમમત ને મોજની ગેલમાં ગમ્મત ને બસ ગમ્મતમાં ગેલ કરે કૂદાકૂદ અને દોડે એ તો અને કરી દે સૌને દોડાવતા આવી એની ચંચળતા ને આવી એની નિર્દોષતા નિખાલસતા બોલવાની, વિશાળતા હૃદયની અને છે નિર્દોષ હાસ્ય એનુ સુંદર મજાનું હાસ્ય, સૌને હસાવતુ સદાય ચાલતી…
છે દોડાદોડ મૂકી પણ શેની? છે દોડ મંઝિલ તરફ ની. પણ મંઝિલ શું છે? એ તો ના જાણું! છે ઉભા રહેવું પણ ક્યા? લાગી ગયો થાક પણ કેમ? દોડ મૂકીને જવાયું પડી, પણ કેમ? એ તો ના જાણું! થઈ જવું છે ઉભા, પણ કેવી રીતે? કર્યો ખૂબ જ પ્રયાસ, પણ મળી નિરાશા કેમ? એ તો…