સ્મિતની સુંદરતા (मुस्कान की सुंदरता)

લઘુકાવ્ય - 8 એક સ્મિત..મીઠી યાદો માં ખોઈ દે,હતાશા ને ભુલાવી દે;ગુસ્સા ને ઓગાળી દે;મનને આનંદથી ભરી દે;કેટકેટલું કરે,એક સ્મિત.આ જ તો છે,સ્મિતની સુંદરતા. हिन्दी में भाषांतरः मुस्कान की सुंदरता (लघुकाव्य - 8) एक मुस्कान..मीठी यादों में खो देती है,कुंठा दूर कर देती है,गुस्से को पिघला देती है,मन को आनंद से भर देती है।कितना कुछ... Continue Reading →

વિચાર મણકા (નુકશાન અને ફાયદો)

નુકશાન થયું એ જ્યાં સુધી સ્વીકારી નહી લઈએ ત્યાં સુધી ફરીથી ફાયદો મેળવવા માટે પ્રયત્નો નહી થઈ શકે કારણકે નુકશાન પાછળ રડવામાં જ સમય જશે અને ફરીથી ફાયદો મેળવવાની વાર લાગશે. 

છે મારામાં જીગર

તારે મને માનસિક રીતે તોડવી જ છે ને,તો તોડી લે મને.છે મારામાં જીગર,તુટીને ફરીથી જોડાવાનું. તારે મને માનસિક તાણ, પરેશાની જ આપવી છે ને,તો તપાય, લે  મને.છે મારામાં જીગર,તપાઈને સોનું બનાવવાનું. તુ તારા તમસ થી જેટલી, મને કમજોર બનાવે છે,હુ મારા સત્ત્વ થી, એટલી જ મજબૂત બનુ છુ.છે મારામાં જીગર,તારી સામે ટકી રહેવાનું.  

વિચાર મણકા (દષ્ટિકોણ)

પોતાના જ વિચારો પર ચાલવુ અને બીજાને પણ ચલાવવુ - આવી માનસિકતા માણસને આગળ જતા એકલો પાડી દેશે કારણકે જીવન એટલે એકબીજા સાથે અને એકબીજાના વિચારોનું આદાન-પ્રદાન કરવુ તથા અલગ અલગ દૃષ્ટિકોણથી પણ વિચારવું. વિચારોની જડતા બાંધી દેશે જ્યારે વિચારોમાં પરિવર્તન ક્ષમતા માનસિક શાંતિ આપશે.

લોકગીત (ભાઈ બહેનના સંબંધ દર્શાવતું પ્રસિદ્ધ લોકગીત) કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભઈલો ઝુલાવે ડાળખી. લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય, હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલ્ણયો જાય, લીલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે. એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા, બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ, પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો. આજ... Continue Reading →

શબ્દોની કમાલ / शब्दों की कमाल

અણીદાર શબ્દો અને મુલાયમ શબ્દો અમુક શબ્દો અણીદાર હોય છે, તલવારની ધાર જેવા! કોઈને માનસિક રીતે ઘાયલ કરી શકે છે. અમુક શબ્દો મુલાયમ હોય છે, રેશમના કાપડ જેવા! કોઈને માનસિક રીતે ઠંડક આપી શકે છે. છે ને કમાલ આ શબ્દોની! કડવા શબ્દો અને મીઠા શબ્દો અમુક લોકો મીઠા શબ્દો બોલે છે, પણ એમની લાગણી સ્વાર્થી... Continue Reading →

હનુમાન ભગવાનના ૧૨ નામ અને અર્થ (हनुमान भगवान के १२ नाम और अर्थ)

હનુમાનજી:- જેમણે ભારતીય મહાકાવ્ય રામાયણમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવેલી છે. જે શિવ ભગવાનનો અવતાર છે અને શ્રીરામના પરમ સેવક અને ભક્ત છે. જે તાકાત અને બુદ્ધિના સાગર છે. જે અષ્ટ સિદ્ધિ અને નવ નિધિના દાતા છે. જે દરેક યુગમાં હાજરાહજૂર છે, અમર છે. ૧) હનુમાનજી - જેમના જડબા તુટેલા છે હનુમાનજીના જડબા (સંસ્કૃતમાં હનુ) ઈન્દ્રના... Continue Reading →

ગણપતિ ભગવાનના પ્રતીક અને અર્થ (દ્વિતીય ભાગ) गणपति भगवान के प्रतीक और अर्थ ( द्बितीय भाग)

ગણપતિ ભગવાનનાં પ્રતીક અને અર્થ (દ્રિતીય ભાગ) ગણપતિ ભગવાન બુદ્ધિ અને વિદ્યાના દેવ છે. બધા ગણોના પતિ છે. ગણપતિ ભગવાન નિરાકાર છે, એટલે કે તેમનો કોઈ આકાર નથી. ગણપતિ બાપ્પાના બધા અંગો આપણને કંઈક શીખવવા માટે છે. આપણે તેમની પૂજા કરતી વખતે કેટલાક ગુણો વિકસાવવા જોઈએ. આપણે ગણપતિ બાપ્પાની ભક્તિ એમના પ્રતીકો નો અર્થ સમજીને... Continue Reading →

ગણપતિ ભગવાનના ૧૨ નામ અને અર્થ (गणपति भगवान के १२ नाम और अर्थ) (પ્રથમ ભાગ) (प्रथम भाग)

ભગવાન શ્રી ગણપતિનું હિન્દૂ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય પહેલા સર્વપ્રથમ પૂજન કરવામાં આવે છે કારણ કે તેઓ વિઘ્ન વિનાશક છે. એમના ઘણા બધા નામ છે જેમાંથી અહીં ૧૨ નામ નુ વર્ણન કર્યું છે. આ લેખને ૩ ભાગમાં વહેંચી દિધો છે, પ્રથમ ભાગ જે હમણાં પ્રકાશિત કર્યો તેમાં ભગવાન ગણપતિનાં ૧૨ નામ કહ્યાં છે, દ્રિતીય... Continue Reading →

Up ↑