ગણપતિ ભગવાનના પ્રતીક અને અર્થ (દ્વિતીય ભાગ) गणपति भगवान के प्रतीक और अर्थ ( द्बितीय भाग)

ગણપતિ ભગવાનનાં પ્રતીક અને અર્થ (દ્રિતીય ભાગ)

ગણપતિ ભગવાન બુદ્ધિ અને વિદ્યાના દેવ છે. બધા ગણોના પતિ છે.

ગણપતિ ભગવાન નિરાકાર છે, એટલે કે તેમનો કોઈ આકાર નથી. ગણપતિ બાપ્પાના બધા અંગો આપણને કંઈક શીખવવા માટે છે. આપણે તેમની પૂજા કરતી વખતે કેટલાક ગુણો વિકસાવવા જોઈએ.

આપણે ગણપતિ બાપ્પાની ભક્તિ એમના પ્રતીકો નો અર્થ સમજીને કરીએ તો જ આપણી ભક્તિ ફળશે.

દરેક અંગને સમજવાથી, આપણે એવા ગુણો વિકસાવી શકીશું.

૧) મોટુ મસ્તક – વિચારશીલ રહો. બુદ્ધિનો ઉપયોગ જીવનનું મનોમંથન કરવા કરો. તમારી વિચારસરણી ઉચ્ચ કોટિની રાખો.

૨) હાથીનું માથું-હાથી બધા જીવોમાં સૌથી બુદ્ધિશાળી અને સૌથી શક્તિશાળી પ્રાણી છે. આપણે હાથીના પ્રતીક પરથી શીખવું જોઈએ કે બુદ્ધિ ને તીવ્ર બનાવવી જોઈએ અને નમ્ર પણ બનવું જોઈએ. હાથી બુદ્ધિ અને સાદગીનો પ્રતીક છે. આપણે બુદ્ધિનો અહંકાર પણ ન કરવો જોઈએ અને આપણા આચરણમાં વિનમ્રતા રાખવી જોઈએ.

૩) નાની આંખો – એકાગ્રતાનું પ્રતીક. દરેક કાર્યને એકાગ્રતા સાથે કરો, બધા જ પાસાં સમજી લઈ નિર્ણય કરો જેથી પાછળથી પસ્તાવું ન પડે.

૪) સૂપડા જેવા લાંબા કાન – સૂપડાનો ગુણધર્મ છે કે, કાંકરી જેવા પદાર્થોને મૂળ અનાજથી અલગ કરે છે અને ફોતરાં ઉડાવી દે છે. તે જ પ્રમાણે આપણે પણ બધાને સાંભળીને, તેમના સારા શબ્દો જ સ્વીકારવા અને ખરાબ અથવા નકામા શબ્દોને મનમાં જવા દેવા નહીં.

દરેકને સાંભળો, સલાહ પણ લો, પરંતુ આપણી બુદ્ધિ અને વિવેકથી નિર્ણય નક્કી કરો. દરેકને સાંભળો, પણ કરો તમારા મનનું.
લોકોના કડવા શબ્દો, મહેણાં-ટોણાને  તમારા મન પર અસર ન થવા દેશો.

૫) ગણપતિની સૂંઢ – સૂંઢ સર્જનાત્મકતાનું પ્રતીક છે. સૂંઢ હંમેશા ડોલતી જ હોય છે.આપણે પણ હંમેશાં જીવનમાં સક્રિય રહેવું જોઈએ.

૬) મોટુ પેટ – સંપૂર્ણ સ્વીકૃતિ અને ઉદારતાનુ પ્રતીક.
ઉદારતા એ એક ખૂબ જ મહત્વપૂર્ણ ગુણ છે. આપણું પેટ જેમ ખોરાકનુ પાચન કરે છે, તેમ આપણે પણ આપણા સારા દિવસો અને ખરાબ દિવસોને સ્વીકારવા જોઈએ. કેટલાક લોકો ભૂતકાળમાં જ જીવે છે અને કડવી યાદોને  સ્વીકારતા જ નથી.

૭) એક દાંત – ભગવાન ગણપતિનો એક દાંત બરાબર છે આખો જ છે, અખંડ છે પણ બીજો દાંત તૂટી જાય છે. અખંડ દાંત શ્રધ્ધાનો પ્રતીક છે અને એક તૂટેલો દાંત બુદ્ધિનો પ્રતીક છે.

જીવનમાં ઘણા એવા કપરા સંજોગો આવશે, જ્યારે બુદ્ધિ ગૂંચવશે, પણ શ્રધ્ધા કદી પણ ડગમગી ન જવી જોઈએ. આપણે દાંતના પ્રતીકથી આ ગુણ શીખવાનો છે.

૮) નાનું મોં – બોલો થોડું અને સાંભળો વધુ.
જીભનો ઉપયોગ સમજી વિચારીને કરો. જીભ પર અંકુશ રાખવો એ પણ એક તપ જ છે.

૯) ચાર હાથ- ગણપતિ ભગવાનના ચાર હાથ છે.

એક હાથમાં અંકુશ છે – જાગૃત રહો.

બીજા હાથમાં પાશ  છે – નિયંત્રણ રાખો.

જાગૃતિ સાથે જીવનના દરેક પાસાને જુઓ. ક્રોધ, લાલચ જેવા અજ્ઞાનથી છુટકારો મેળવો.જાગૃતતા એ એક વાત છે, તેની સાથે જે ઊર્જા ઉત્પન્ન થાય તેનું નિયંત્રણ કરવું પણ જરૂરી છે. ઊર્જાનો યોગ્ય ઉપયોગ ન થાય તો સમય બગડી જાય.

ત્રીજો હાથ આશીર્વાદ અને રક્ષણ આપે છે.
આપણને બધા અવરોધોથી બચાવશે અને જ્ઞાન આપશે  તેવા આશીર્વાદ આપે છે.

ચોથા હાથમાં મોદક એટલે કે લાડુ છે.
લાડુ આનંદનો પ્રતીક છે અને તે જ્ઞાનનો પ્રતીક પણ છે. લાડુ મીઠો હોય છે, તેથી જ્ઞાન પ્રાપ્ત કરી મીઠાશ આવે છે. જ્ઞાનથી જ વાસ્તવિક સુખ મળે છે, તેથી તેને જ્ઞાન મોદક પણ કહેવામાં આવે છે.

૧૦) ઉંદર – આપણે ક્યારેક ને ક્યારેક આ પ્રશ્ન મનમાં આવ્યો જ હશે કે,

ગણપતિ ભગવાન આટલા વિશાળ છે અને તેમનુ વાહન ઉંદર કેમ હશે?

આ પાછળ ઊંડું જ્ઞાન છુપાયેલુ છે. ઉંદરનું કામ કંઇક ને કંઇક કોતરવાનુ છે, આપણું મન પણ અજ્ઞાનતાની દોરી સાથે બંધાયેલું છે, જેને આપણે કોતરવી પડશે. અજ્ઞાનતાને કાળજીપૂર્વક દૂર કરીને, આપણે પરમ સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. ગણપતિજીએ આપણને આ જ  શીખવવા માટે ઉંદરને પોતાનુ વાહન બનાવ્યું.

થોડા શબ્દોમાં સાર:-

આપણે ભગવાન ગણપતિની ભક્તિ કરવામાંં આ ગુણો વિકસાવવા જોઈએ.

* બુદ્ધિ કુશાગ્ર (તીવ્ર) રાખો અને વિનમ્ર બનો.

* દરેક પરિસ્થિતિનુ અવલોકન ઝીણવટપૂર્વક કરો જેથી    કોઈ શંકાસ્પદ સંજોગો ન સર્જાય.

* દરેકને સાંભળો, પણ તમારા મનનું કરો. લોકોની સારી વાતો સાંભળો અને કડવી વાણીની તમારા મન પર અસર ન થવા દેશો.

* આળસ છોડો, હંમેશા સક્રિય રહો.

*જીવનમાં સુખની સાથે પોતાના દુઃખ પણ સ્વીકારી આગળ વધતા રહો.

*ઓછું બોલો, વધુ સાંભળો.

* હંમેશા શ્રધ્ધાના પથ પર ચાલો.

* અજ્ઞાનતાને દૂર કરવામાં અને જ્ઞાન મેળવવા માટે બુદ્ધિનો ઉપયોગ કરો.

हिन्दी में अनुवाद

गणपति भगवान के प्रतीक और अर्थ (द्बितीय भाग)

गणपति भगवान बुद्धि और विद्या के देव है। सभी गणो के पति यानि मुख्या है।

गणपति भगवान निराकार है मतलब उनका कोई आकार नहीं है। गणपति बाप्पा के सारे अंग जो है, वो हमारी सीख के लिए है। हम सबको उनकी पूजा-अर्चना करते हुए कुछ गुणों का विकास करना है।

हम सबको गणपति बाप्पा की पूजा, उसका मतलब सोच-समझकर करनी चाहिए, तो ही हमारी पूजा सफल होगी।

हर अंग को समझकर, उस तरह के गुण हमें विकसित करने है।

१) बड़ा मस्तक- विचारशील बनो। बुद्धि का उपयोग जीवन का मनोमंथन करने में लगाओ। अपनी सोच को बड़ी बनाओ।

२) हाथी का सिर- हाथी सभी प्राणी गणों में सबसे बुद्धिशाली प्राणी है और सबसे ताकतवर भी। हमें हाथी के प्रतीक से ये सीख लेनी है कि बुद्धि कुशाग्र करो और साथ में विनम्रता भी रखिए। हाथी बुद्धि और सहजता का प्रतीक है। हमे भी अपनी बुद्धि का अहंकार नहीं करना चाहिए और अपने आचार विचार में सहजता रखनी चाहिए।

३) छोटी आंखें- एकाग्रता का प्रतीक। हर कार्य एकाग्रता से करो, सूक्ष्मता से सब देख- परखकर निर्णय लो ताकि बाद में पछताना न पड़े।

४) सूप जैसे लंबे कान- सूप का गुणधर्म है कि कंकर जैसे पदार्थ को छांटकर अलग कर देता है और असल अनाज ही रखता है। इसलिए कहते है कि, ” सार-सार को गहि लिए और थोथा देहि उडाय”।

वैसे सब की सुनकर, उनकी सिर्फ अच्छी बाते ही ग्रहण करे, बुरी या बेकार बातों को मन में ना उतारे।

सलाह भी सबकी सुनिए, पर निर्णय अपनी बुद्धि और विवेक से ही करे। सुनो सब की, पर करो अपने मन की।
लोगों की कड़वी बातें, सबके ताने, अपने मन पर हावी न होने दें।

५) गणपति की सूंड- सूंड रचनात्मकता का प्रतीक है। सूंड हमेशा हिलती डुलती रहती है। हमे हमेशा जीवन में रचनात्मक यानि सक्रिय रहना चाहिए।

६) बड़ा उदर- संपूर्ण स्वीकार और उदारता का प्रतीक।
उदारता बड़ा ही महत्वपूर्ण गुण है और जैसे हमारा उदर भोजन पचाता है, वैसे ही हमारे अच्छे दिनों और बुरे दिनों का स्वीकार करना चाहिए। कुछ लोग भूतकाल में ही केद होकर रहते है और कड़वी यादों का मनसे स्वीकार ही नहीं करना चाहते है।

७) एकदंत- गणपति भगवान का एक दांत अखंड है और दूसरा दांत खंडित है। अखंड दांत श्रद्धा का प्रतीक और खंडित दांत बुद्धि का प्रतीक है।

जीवन में ऐसे मोड़ आएगे, जब बुद्धि भले ही भ्रमित हो जाए, पर श्रद्धा कभी भी न डगमगाए।

८) छोटा मुंह- इस अंग से ये गुण ग्रहण करना है कि बोले कम और सुने ज्यादा। जिहवा का उपयोग सोच समझकर करे। जिहवा पर अंकुश होना- एक तप ही है। इसलिए तो कहते है कि जिहवा बिना तलवार के मार सकती है।

९) चार हाथ- गणपति भगवान चार भुजाधारी है।

एक हाथ में अंकुश दर्शाता है-  जागृतता रखिए।

दूसरे हाथ में पाश दर्शाता है – नियंत्रण रखिए।

जागृति के साथ जीवन के हर पहलू को देखो। क्रोध, लालच जैसे अज्ञान से मुक्ति पाओ। जागृत होना एक बात है, उसके साथ जो ऊर्जा उत्पन्न होगी, उस पर नियंत्रण भी जरूरी है। ऊर्जा का सही उपयोग न होने पर समय बर्बाद हो जाएगा।

तीसरा हाथ आशीर्वाद देता है और रक्षा प्रदान करता है।
हमारी हर अवरोधों से रक्षा करेंगे और ज्ञान प्रदान करेंगे- एसा आशीर्वाद देते है।

चोथे हाथ में मोदक है।
मोदक आनंद का प्रतीक है और ज्ञान का प्रतीक है। मोदक मीठा होता है, वैसे ही ज्ञान से मीठास बढ़ती है और ज्ञान से ही असली आनंद मिलता है, इसलिए उसे ज्ञानमोदक भी कहते है।

१०) मूषक- हमारे मन में कभी न कभी यह सवाल आया ही होगा,

गणपति भगवान इतने बड़े और उनका वाहन इतना छोटा मूषक क्यो?

इसके पीछे एक गहरा ज्ञान छिपा है। चूहे का काम किसी भी चीज को कुतर डालना है, हमारा मन भी अज्ञान के धागे से बंधा हुआ है, जिसको हमें कुतरना है। सतर्कता से अज्ञान को काटकर परम सत्य के ज्ञान को पाना है। गणपति जी ने यही बात हमे सीखाने के लिए मूषक को उनका वाहन बनाया।

थोड़े में सार बताते हुए:

गणपति भगवान की भक्ति करने में हमें ये गुण विकसित करने है।

* बुद्धि कुशाग्र करो और आचरण में सहजता रखिए।

* परिस्थितियो का विश्लेषण बारिकाई से किजीए।

* सबकी सुनो, पर करो अपने मनकी। लोगों की अच्छी बातें ही सुने, कड़वी बातें मन पर हावी न होने दे।

* आलस छोड़, हमेशा सक्रिय रहिए।

* सुख को पचाते है, वैसे दुःख को भी पचाइए।

* बोलो कम, सुनो ज्यादा।

* श्रद्धा कभी भी न डगमगाए।

* जागृतता के साथ अज्ञान दूर करिए और बुद्धि का उपयोग ज्ञान पाने में करिए।8 thoughts on “ગણપતિ ભગવાનના પ્રતીક અને અર્થ (દ્વિતીય ભાગ) गणपति भगवान के प्रतीक और अर्थ ( द्बितीय भाग)

Add yours

  1. इसलिए तो प्रथम पूजन श्री गणेश का होता है।
    इतना बेहतरीन पोस्ट लिखने के लिए बहुत बहुत धन्यवाद आपका🙏😊
    ऊँ गं गणपतये नमः

Leave a Reply

Up ↑

%d bloggers like this: