ચંચળ અને અલ્લડ એ તો
સદાય હસતી રમતી એ તો
માંગણી ફક્ત ગેલ-ગમમત ને મોજની
ગેલમાં ગમ્મત ને બસ ગમ્મતમાં ગેલ
કરે કૂદાકૂદ અને દોડે એ તો
અને કરી દે સૌને દોડાવતા
આવી એની ચંચળતા ને આવી એની નિર્દોષતા
નિખાલસતા બોલવાની, વિશાળતા હૃદયની
અને છે નિર્દોષ હાસ્ય એનુ
સુંદર મજાનું હાસ્ય, સૌને હસાવતુ સદાય
ચાલતી જાય દુઃખ નાં વાદળ હટાવીને
કરતી જાય સુખનો વરસાદ
નિર્મળ વિચારોની સુગંધ સૌને ફેલાવતી જાય
કરે દુર અંધકાર નફરતનો
અને પ્રેમનો પ્રકાશ ફેલાવતી જાય
સાથે લઈને ફરે એ તો ભક્તિની શક્તિ
સાગર રૂપી દુનિયામાં શક્તિ રૂપી હોડી થી વહેતી જાય
એના આવા સુંદર મિજાજ થી સૌના હૃદયમાં વસતી જાય!
Leave a Reply