છે મારામાં જીગર

તારે મને માનસિક રીતે તોડવી જ છે ને,
તો તોડી લે મને.
છે મારામાં જીગર,
તુટીને ફરીથી જોડાવાનું.

તારે મને માનસિક તાણ, પરેશાની જ આપવી છે ને,
તો તપાય, લે  મને.
છે મારામાં જીગર,
તપાઈને સોનું બનાવવાનું.

તુ તારા તમસ થી જેટલી, મને કમજોર બનાવે છે,
હુ મારા સત્ત્વ થી, એટલી જ મજબૂત બનુ છુ.
છે મારામાં જીગર,
તારી સામે ટકી રહેવાનું.

 

12 thoughts on “છે મારામાં જીગર

Add yours

  1. જીગર…..

    જોરદાર રચના વાંચી એક શાયરી યાદ આવી…

    આ સાચા દિલથી લાગણી રાખી હું પછતાયો,
    સરળ હતો મારો પ્રેમ તોય તને ના સમજાયો !!

Leave a Reply

Up ↑

%d