બસ એક ભૂલ ( Poem in Gujarati Language)

થઈ ગઈ હતી બસ એક ભૂલ,

પણ જાણે કે ફુલ કરમાઈ ગયું!

જાણે કે આકાશ ફાટી ગયું!

અને કહેવામાં આવ્યું કે,

બસ થઈ જ કેમ ભૂલ?

 

એક ક્ષણમાં થયેલી ભૂલે,

ક્ષણેક્ષણ બાળી નાખી.

 

કરુ હુ કબુલાત મારી ભૂલની,

પણ નિર્દોષ નઝર ના મળી,

નઝર મળી તો બસ ધિક્કારની!

કરુ હુ કબુલાત મારી ભૂલની,

પણ કચડાઈ ગઇ લાગણીઓ.

 

પળ પળ મળતી રહી સજા,

પળ પળ મળતી રહી કેદ.

 

રડતી રહી હુ, કરગરતી રહી હુ,

પણ થઇ ગયા દરવાજા બંધ માફી આપવાના.

હે દોસ્ત, બસ કહીશ હુ એટલુ જ,

ગણ દરવાજો તુ ભૂલને,

પણ બારી રાખ તુ માફીની.

 

સમજી જા કે માણસ માત્ર ભૂલને પાત્ર.

ઓળખી જા નિર્દોષતા માણસની,

ઓળખી જા નિર્મળતા મનની,

કરી દે વિશાળ હૃદય તુ,

અને કરી દે જગ્યા એમાં માફીની.

2 comments

Leave a Reply