જિંદગીનુ સ્મિત છે તુ!

આ કવિતા મેં મારા પતિ સુરિલ માટે લખી છે. આજે એનો જન્મદિવસ છે, એ દિવસ
પર હું એને આ કવિતા એક ભેટ તરીકે આપવા માગું છું.

આવકાર મળ્યો તારી દુનિયામાં જ્યારથી,
ત્યારથી થઇ મારી દુનિયા કંઇક અનેરી.
કંઇક નવી શરૂઆત કરવાની પ્રેરણા,
મળે છે મને તારાથી.
ખુદ મારા પર વિશ્વાસ કરવાનો વિશ્વાસ,
મળે છે મને તારાથી.
કામ પાર પાડવાનું પ્રેરક બળ,
મળે છે મને તારાથી.
કશે જો પડી જઇશ, તો ઉભા થવાનો
સાથ અને સહકાર મળે છે તારાથી.
કશે જો અટકીશ, તો રસ્તાઓ
અનેક મળે છે મને તારાથી.
હંમેશા લાગણી, હૂંફ અને કાળજી
મળે છે મને તારાથી.
જિંદગીને ખુલ્લા હૃદયે અને આનંદી મિજાજમાં,
જીવવાની શીખ મળે છે મને તારાથી.
પતિ-પત્નીના સંબંધને એક મિત્રતાના સંદર્ભે,
જોવાનો નઝરીયો મળે છે મને તારાથી.

એક મિત્ર અને એક માર્ગદર્શકના રૂપમાં,
મને પતિ તરીકે મળ્યો છે તુ.

એટલે જ તો,
મારી આંખોની ઠંડક છે તુ!
મારા હૈયાનું સુરિલુ ગીત છે તુ!
મારી જિંદગીનુ સ્મિત છે તુ!

Leave a Reply

Up ↑

%d