કુટુંબનો પાયો જ પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને માન-સન્માન છે, એમાં દરેક વ્યક્તિ સમજણ, ધીરજ, ક્ષમા, જતુ કરવાની ભાવના જેવા ગુણો કેળવે તો જ જીવનમાં રંગ હોય છે. કુટુંબ એક માણસથી નથી બનતુ પણ માણસોના સમુહથી બને છે. એકમેકના વિચારોથી, પ્રતિભાથી કુટુંબની આર્થિક પ્રગતિ થતી હોય છે, ઘણાં બધા ફળ મળે છે, જેમાં જીવન જીવવાની કળા આવડી જાય છે, જે આધ્યાત્મિકતા તરફ લઈ જાય છે. આપણુ જીવન વસંત ઋતુના વૃક્ષની જેમ એકદમ હર્યુંભર્યું બની જાય છે.
જ્યારે ઈર્ષા, સ્વાર્થીપણુ, કુટુંબીય રાજનીતિ એનું સિંચન કરીશું તો જીવનમાં એકલતા આવી જશે, કોઈ જ વિકાસ નહિ થાય.આવામાણસો આગ વગર મનોમન બળતા જ રહે છે અને એમનું જીવન પાનખર ઋતુના સૂકા વૃક્ષ જેવું બની જાય છે.
દરેક કુટુંબ જો હર્યા-ભર્યા વૃક્ષની જેમ હશે, તો આખો સમાજ તંદુરસ્ત બનશે.
English Translation:-
Unity of Family
The foundation of family is “Love, faith and respect with each other”. Family is unit of more than one person, single person…
View original post 104 more words
Leave a Reply