તારે મને માનસિક રીતે તોડવી જ છે ને,
તો તોડી લે મને.
છે મારામાં જીગર,
તુટીને ફરીથી જોડાવાનું.
તારે મને માનસિક તાણ, પરેશાની જ આપવી છે ને,
તો તપાય, લે મને.
છે મારામાં જીગર,
તપાઈને સોનું બનાવવાનું.
તુ તારા તમસ થી જેટલી, મને કમજોર બનાવે છે,
હુ મારા સત્ત્વ થી, એટલી જ મજબૂત બનુ છુ.
છે મારામાં જીગર,
તારી સામે ટકી રહેવાનું.
👌🏼👌🏼
Thank you so much😊🙏
You’re Welcome Ma’am.
Kya baat hai!
😊😊😊
Very Nice….
Thank you 😊
જીગર…..
જોરદાર રચના વાંચી એક શાયરી યાદ આવી…
આ સાચા દિલથી લાગણી રાખી હું પછતાયો,
સરળ હતો મારો પ્રેમ તોય તને ના સમજાયો !!
વાહ! ખૂબ જ સરસ શાયરી 👌👌
છે મારામાં જીગર તને ભૂલવાનું,
છે મારા માં જીગર તારા વગર જીવવાનું.
વાહ!
આભાર