અધૂરી તારા વિના (Poem in Gujarati Language)

તારા વિનાનું એ શહેર,
જેમાં હતી ભીડ,
પણ ભીડમાં હુ એકલી.

જેમ આંખ અધૂરી દૃષ્ટિ વિના,
તેમ મારી જિંદગી અધૂરી તારા વિના.

જેમ હૃદય અધૂરુ ધડકન વિના,
તેમ મારું મન અધૂરુ તારા વિના.

જેમ મોરની કળા અધૂરી વર્ષા વિના,
તેમ મારી જાત અધૂરી તારા વિના.

તારા પ્રેમથી જ તો મારુ હાસ્ય છે,
તારા અસ્તિત્વથી જ તો મારુ અસ્તિત્વ છે.

તારા વિનાનું એ શહેર,
જેમાં હુ છુ,
પણ અધૂરી તારા વિના.

2 comments

Leave a Reply