તું શા માટે અટકે છે?

સૂર્ય રોજ સવાર રૂપે ઉગે છે,

સૂર્ય રોજ સાંજ રૂપે આથમે છે,

ઉગશે એ આથમશે અને

આથમશે એ ઉગશે જ.

અનેરો મહિમા છે બંનેનો!

તો તું શા માટે અટકે છે?

ધરતી સૂર્યના પ્રકાશિત કિરણોથી ચમકી ઉઠે છે,

ધરતી તારા અને ચંદ્રની ચાંદનીમાં પણ સજી ઉઠે છે,

અજવાળાંનો મહિમા છે  તો,

અંધકારનો મહિમા પણ છે .

તો તું શા માટે અટકે છે?

શોધ તારી અંદરની ચમકને,

જાણ તારી શક્તિને!

માણ રાતની નીરવતાના સૌંદર્યને,

ડૂબી જા તારા સપનાની રાતમાં,

તરી જા તારા સપનાની સવારમાં.

તું શા માટે અટકે છે?

સુખ રૂપી સવાર અને દુઃખ રૂપી રાત,

એ તો સાગર અને કિનારો છે.

જુદા જુદા હોવા છતાં જોડાયેલા છે!

આ જ તો સૌંદર્ય છે એનું.

તો તું શા માટે અટકે છે?

જીવન-સંધ્યા આ જ છે,

અંધકાર રૂપી અને ઉજાસ રૂપી સંજોગો,

એટલે જ ઉજાસ રૂપી સંજોગોથી અંજાઈશ નહિ,

અને અંધકાર રૂપી સંજોગોથી ગભરાઈશ નહિ.

સમભાવ રાખજે તું બંનેનો.

અનેરો મહિમા છે બંનેનો!

4 thoughts on “તું શા માટે અટકે છે?

Add yours

Leave a Reply

Up ↑

%d