છે દોડાદોડ મૂકી પણ શેની?
છે દોડ મંઝિલ તરફ ની.
પણ મંઝિલ શું છે?
એ તો ના જાણું!
છે ઉભા રહેવું પણ ક્યા?
લાગી ગયો થાક પણ કેમ?
દોડ મૂકીને જવાયું પડી, પણ કેમ?
એ તો ના જાણું!
થઈ જવું છે ઉભા, પણ કેવી રીતે?
કર્યો ખૂબ જ પ્રયાસ,
પણ મળી નિરાશા કેમ?
એ તો ના જાણું!
બસ, થોભી જા, ઉઠ નહીં.
આ જ ક્ષણ કિંમતી છે!
વિચાર કર. તારે ક્યાં જવું છે?
આ જ ક્ષણ શ્રેષ્ઠ છે!
ઝાંખ તારા હૃદયમાં, તારે કયાં દોડવું છે?
હવે તુ ઉઠ અને દોડ,
દોડ મૂક તારા હૃદય ની ગતિ તરફ,
દોડ તારી મંઝિલ તરફ,
અરે! પડ, ઉઠ પણ દોડ,
અટકીશ નહીં, બસ દોડ, બસ દોડ,
અને પામી લે તારા સ્વપ્નને,
જા! તારી મંઝિલ ને આલિંગન તો આપ!
Leave a Reply