છે મારામાં જીગર
તારે મને માનસિક રીતે તોડવી જ છે ને,તો તોડી લે મને.છે મારામાં જીગર,તુટીને ફરીથી જોડાવાનું. તારે મને માનસિક તાણ, પરેશાની જ આપવી છે ને,તો તપાય, લે મને.છે મારામાં જીગર,તપાઈને સોનું બનાવવાનું. તુ તારા તમસ થી જેટલી, મને કમજોર બનાવે છે,હુ મારા સત્ત્વ થી, એટલી જ મજબૂત બનુ છુ.છે મારામાં જીગર,તારી સામે ટકી રહેવાનું.
