કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી,
ભાઈની બેની લાડકી ને ભઈલો ઝુલાવે ડાળખી.
લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલ્ણયો જાય,
લીલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે.
એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,
બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો.
આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની, તારા હીંચકે બેસી જાય,
કોયલ ને મોરલા બોલે, બેનીનો હીંચકો ડોલે.
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી,
ભાઈની બેની લાડકી ને ભઈલો ઝુલાવે ડાળખી.