
જય જય જય ગુરુદેવ!
વંદે અત્રિકુમારં ત્રિભુવનભર્તારમ્
જનિમૃતિસંસૃતિકાલં તાપત્રયહારમ્.
અર્થઃ
ગુરુદેવની જય હો,
અત્રિના પુત્ર દત્તાત્રેયજીને વંદન, જે ત્રણે લોકના સ્વામી છે.
દત્તાત્રેય પ્રભુ લોકોનું મૃત્યુ, સંસાર કાળ અને તકલીફો બધુ જ દૂર કરી દે છે.
કરુણાપારાવારં યોગિજનાધારમ્
કૃતભવજલનિધિપારં ષડદર્શનસારમ્.
અર્થઃ
દત્તાત્રેય ગુરુ કરુણાના સાગર છે અને યોગિજનોના આધાર છે.
દત્તાત્રેય પ્રભુએ સંસારની તથા સમુદ્રની ઉત્પતિ કરી છે, દત્તાત્રેય પ્રભુ ષડદર્શનનો સાર છે.
ભોગાપવર્ગદ્વારં કૃતમોદાસારમ્
નતજનવરદાતારં નિગમાગમસારમ્.
અર્થઃ
દત્તાત્રેય પ્રભુ ભુક્તિમુક્તિ આપનાર છે, જે આનંદનો (સત- ચિત્ત્ – આનંદ) સાર છે.
નમ્ર ભકતોને વરદાન આપી તેમનો ઉધ્ધાર કરે છે, દત્તાત્રેય ગુરુ વેદ–શાસ્ત્રોના સાર છે.
ધૃતગલમૌક્તિકહારં કીર્ણજટાભારમ્
ધામ્ના નિર્જિતમારં ષડરિપુસંહારમ્.
અર્થઃ
ગળામાં અને હાથમાં મોતીની માળા (હાર) છે, જેમણે મસ્તક પર જટાઓ ધારણ કરેલી છે.
જેમના તેજથી કામદેવ પણ પરાજિત થાય છે, દત્તાત્રેય ગુરુ ૬ આંતરિક શત્રુઓનો સંહાર કરે છે. [ષડરિપુ- કામ, ક્રોધ, મદ, મત્સર (ઇર્ષ્યા), મોહ, લોભ]
દુઃશીલાતિકરાલં ભસ્માંકિતભાલમ્
શંખત્રિશૂલભાજન સ્ત્રગ્વાધારિકરમ્.
અર્થઃ
દત્તાત્રેય ગુરુ બૂરા (ખરાબ સ્વભાવ) ઈરાદા વાળા માટે ભયાનક- વિકરાળ રુપ પણ ધારણ કરી શકે છે, કપાળ પર ભસ્મ ધારણ કરેલ છે.
તેમના હાથમાં શંખ, ત્રિશુલ, કમંડળ, માળા, ડમરુ, ચક્ર સુશોભિત છે.
કલિકલ્મ્ષહન્તારં સુરનરમુનિતારમ્
વૃતવિજનૈકવિહારં જ્ઞાપ્તિસુધાહારમ્.
અર્થઃ
દત્તાત્રેય ગુરુ કળિયુગના પાપ હરી લેનાર છે. દેવતાઓ, સાધુઓ અને સંસારીજનોને તારી લેનાર છે.
દત્તાત્રેય પ્રભુએ અનેક વાર સ્વૈચ્છિક રીતે વન-વિહાર કરેલ છે, તેમનો આહાર જ્ઞાનરુપી અમૃત છે.
દેવત્રયાવતારં શાંતિસુધાગારમ્
દૂરીકૃતનતભારં રંગારંગકરમ્.
અર્થઃ
ત્રણ દેવોનો (ત્રિદેવ) અવતાર છે. શાંતિરુપી અમૃત જેમનો આવાસ છે.
શરણે આવેલા ભક્તોનું દુઃખ દુર કરે છે, દત્તાત્રેય પ્રભુના અલગ-અલગ રુપો છે.