વિચાર-મણકા (જીદ)

હુ જે કહુ તે જ તમારે કરવાનું- આવું સંબંધમાં ન હોય. આ તો તમારા જિદીપણા અને અભિમાનનો વંટોળ છે,જે તમને બધાના દિલથી અને લાગણીઓની ભાવનાથી દૂર ફેંકી દેશે, તમને એકલા પાડી દેશે. સંબંધ તો એને કહેવાય જેમાં એકબીજાની ઈચ્છા પૂછવામાં આવે અને એકબીજાની ઈરછા પ્રત્યે માન જાળવવામાં આવે.

વિચાર-મણકા (સ્વભાવ)

જો કંઈ સાચવવું હોય જીવનમાં તો તમારો સ્વભાવ સાચવજો. સ્વભાવ છે જે તમારી પ્રગતિ કરાવશે નહિ તો અધોગતિ કરાવશે. જો કંઈ ઓળખ ઊભી કરવી હોય જીવનમાં તો તમારા સ્વભાવથી કરજો. ભણતર, પૈસા, વ્યવસાય એ બધાની તો ઓળખ આવશે ને જશે મતલબ બદલાયા કરશે. સ્વભાવની ઓળખ કાયમ માટે બીજાના દિલમાં તમારી છાપ બનાવી દેશે.

વિચાર-મણકા (નિયત)

ના તોલશો મને મારા શબ્દોથી, શબ્દો તો પારકાં હોય છે, જીભથી સરી પડે છે. તોલવી હોય તો તોલજો મારી નિયતથી, નિયત જ પોતાની હોય છે, જે દિલમાં જ રહે છે.

વિચાર-મણકા (કુટુંબ)

  કુટુંબ કેવુ હોય? મારા સપનાં - તારા સપનાં એ આપણા સપનાં બને ત્યારે બને છે કુટુંબ. હું કંઈ ના બોલું પણ સામેવાળા સમજી જાય ત્યારે બને છે કુટુંબ. ત્યારે સર્વ ચોઘડિયા શુભ થઈ જાય છે. ત્યારે સર્વ દિન તહેવાર થઈ જાય છે.      

Up ↑