ગુરુ એ જ આધાર

આજે કારતક સુદ નોમ ના દિવસે પૂજ્ય રંગ અવધૂત મહારાજ ઉર્ફ પૂજ્ય બાપજી ની જન્મ જયંતી છે.
દત્તાત્રેય ભગવાન મારા ગુરુ છે, પૂજ્ય રંગ અવધૂત મહારાજ સંત અવતાર છે, જેમણે સમગ્ર ગુજરાતમાં દત્ત ભક્તિ નો પ્રચાર કર્યો, જે મારા માટે ગુરુ સમાન પૂજનીય છે.

આજે પવિત્ર દિવસે હુ મારા ગુરુને અમુક પંક્તિઓ સમર્પિત કરુ છુ.
**********************************

એક જ આધાર આપણો,
ગુરુ જે આપણો.

શ્રધ્ધા અને સબુરી પરનો વિશ્વાસ,
એ જ ખરો વિશ્વાસ.

“પરસ્પર દેવો ભવ” સૂત્રનું અનુસરણ,
એ જ ખરુ અનુસરણ.

શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાતમન,
એ જ ખરુ સ્મરણ.

ગુરુ સિવાય બધુ જ મિથ્યા,
ગુરુ સાથે જ બધુ સત્ય.

ગુરુની કૃપાથી મળેલો રસ્તો,
એ જ ખરો રસ્તો.

દત્ત-રંગ એ જ મારો આધાર,
ગુરુ એ જ મારો આધાર.

ગુરુનું શરણ જ એવું હોય છે કે સ્વીકારો એટલે તરત જ તમારા મનમાં શાંતિની લહેર ઉઠે, તમારા દિલમાં આનંદની લહેર ઉઠે અને તમને તમારી ભિતર સતત પ્રસન્નતાની અનુભૂતિ થયા કરે.

અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.

Advertisements

પુષ્પની અભિલાષા (पुष्प की अभिलाषा)

બસ એ જ અભિલાષા.

જેમ પુષ્પને ખીલવાનું જ હોય,
એમ હુ પણ જીવનમાં અનેક અનુભવોથી ખીલતી રહુ.

જેમ પુષ્પ હસતું જ હોય છે,
એમ હુ પણ જીવનમાં હંમેશા હસતી જ રહુ.

જેમ પુષ્પમાં મુરજાઈને પણ ખીલવાની કળા હોય છે,
એમ હુ પણ જીવનનાં કપરા સંજોગો સામે લડીને ફરીથી વિજયી બની શકુ.

જેમ પુષ્પની સુગંધ સૌને મહેકાવી દે છે,
એમ મારા સ્વભાવની સુગંધથી દરેક જણ મહેકતું રહે.

બસ એ જ અભિલાષા.

**********************************

(हिन्दी भाषा में अनुवाद)

बस यही अभिलाषा।

जैसे पुष्प को बस खिलना ही है,
वैसे में भी जीवन के हर अनुभवों से खिलती रहु।

जैसे पुष्प को हसना ही है,
वैसे में भी हमेशा हसती रहु।

जैसे पुष्प में मुरझाकर भी खिलने की कला है,
वैसे में भी जीवन की कठीन परिस्थितियों से लडके फिर से विजयी बन सकु।

जैसे पुष्प की सुगंध सब को मेहकाती है,
वैसे मेरे स्वभाव की सुगंध से सब मेहकते रहे।

बस यही अभिलाषा।

અધૂરી તારા વિના (Poem in Gujarati Language)

તારા વિનાનું એ શહેર,
જેમાં હતી ભીડ,
પણ ભીડમાં હુ એકલી.

જેમ આંખ અધૂરી દૃષ્ટિ વિના,
તેમ મારી જિંદગી અધૂરી તારા વિના.

જેમ હૃદય અધૂરુ ધડકન વિના,
તેમ મારું મન અધૂરુ તારા વિના.

જેમ મોરની કળા અધૂરી વર્ષા વિના,
તેમ મારી જાત અધૂરી તારા વિના.

તારા પ્રેમથી જ તો મારુ હાસ્ય છે,
તારા અસ્તિત્વથી જ તો મારુ અસ્તિત્વ છે.

તારા વિનાનું એ શહેર,
જેમાં હુ છુ,
પણ અધૂરી તારા વિના.

મા (Poem in Gujarati Language on Mother)

મા છે એક જ શબ્દ,
પણ જાણે કે હજાર શબ્દ બરાબર,
આ એક જ શબ્દ!

મા એટલે મમતાનું બીજું નામ,
મા એટલે મીઠાશનું બીજું નામ,
મા એટલે માધુર્યતાનું બીજું નામ!

મા એટલે આપણા લાડનો સરવાળો,
મા એટલે એની સગવડોની બાદબાકી પણ,
મા એટલે આપણી સગવડોનો ગુણાકાર,
મા એટલે સ્વાર્થનો સંપૂર્ણ ભાગાકાર!

એટલે જ તો,
મા છે એક જ શબ્દ,
પણ જાણે કે હજાર શબ્દ બરાબર,
આ એક જ શબ્દ!

સંબંધો

સંબંધો એક એવું ફૂલ છે,
જે કાયમ જ મહેકાવે છે!

પણ જાણે કેમ?
એક ગુંચવાડો થઈ જાય છે આ સંબંધો!

પ્રેમ છે પણ પ્રેમની અભિવ્યક્તિ નથી,
પ્રેમ સામેવાળી વ્યક્તિના દિલ સુધી પહોંચી શકતો નથી,
ત્યારે બને છે ગુંચવાડો આ સંબંધો!

લાગણી છે પણ લાગણી દર્શાવવાતી નથી,
લાગણી સામેવાળી વ્યક્તિના દિલ સુધી પહોંચી શકતી નથી,
ત્યારે બને છે ગુંચવાડો આ સંબંધો!

એકબીજાનું ભલુ કરવા જઈએ છે ને,
એકબીજાનુ દિલ દુભાઈ જાય છે,
ત્યારે બને છે ગુંચવાડો આ સંબંધો!

સંબંધો તો જાણે આધાર જીવનનો!
જેમ માં નો આધાર બાળક ને
બાળકનો આધાર માં!

સંબંધો તો જાણે એક મિત્રતા!
જેમાં બંધનોની ગેરહાજરી ને
વિશ્વાસ અને કાળજીની હાજરી!

જેમાં આડંબરની ગેરહાજરી ને
સહજતાથી સાચવણીની હાજરી!

સાચો સંબંધ એ જ,
જેમાં હુંફ અને સંતોષથી રહેવાય,
જેમાં બસ જેવા છે તેવા જ રહેવાય,
જેમાં ચિંતાઓથી મુક્ત રહેવાય,

આવો સાથ એટલે સંબંધો!
ત્યારે નથી બનતો ગુંચવાડો આ સંબંધો!

બસ એક ભૂલ ( Poem in Gujarati Language)

થઈ ગઈ હતી બસ એક ભૂલ,

પણ જાણે કે ફુલ કરમાઈ ગયું!

જાણે કે આકાશ ફાટી ગયું!

અને કહેવામાં આવ્યું કે,

બસ થઈ જ કેમ ભૂલ?

 

એક ક્ષણમાં થયેલી ભૂલે,

ક્ષણેક્ષણ બાળી નાખી.

 

કરુ હુ કબુલાત મારી ભૂલની,

પણ નિર્દોષ નઝર ના મળી,

નઝર મળી તો બસ ધિક્કારની!

કરુ હુ કબુલાત મારી ભૂલની,

પણ કચડાઈ ગઇ લાગણીઓ.

 

પળ પળ મળતી રહી સજા,

પળ પળ મળતી રહી કેદ.

 

રડતી રહી હુ, કરગરતી રહી હુ,

પણ થઇ ગયા દરવાજા બંધ માફી આપવાના.

હે દોસ્ત, બસ કહીશ હુ એટલુ જ,

ગણ દરવાજો તુ ભૂલને,

પણ બારી રાખ તુ માફીની.

 

સમજી જા કે માણસ માત્ર ભૂલને પાત્ર.

ઓળખી જા નિર્દોષતા માણસની,

ઓળખી જા નિર્મળતા મનની,

કરી દે વિશાળ હૃદય તુ,

અને કરી દે જગ્યા એમાં માફીની.

જિંદગીનો હિસાબ (Poem in Gujarati Language)

આવતી ક્ષણની તો ખબર નથી,
તો વિતેલી ક્ષણોનો હિસાબ કેમ રાખવો?
ભવિષ્ય આપણા હાથમાં નથી,
તો ભુતકાળને હાથમાં કેમ રાખવો?
જીવી લે વર્તમાનમાં તુ……!

છોડ તુ હિસાબ કરવાનો દોસ્ત,
છોડ તુ હિસાબ કુદરતનાં હાથમાં,
જિંદગી બહુ નાની છે!
માણી લે, જીવી લે.
સફળ કરી લે  જિંદગી તારી…!

છે તુ સાચો, તો વાળ ન થાય તારો વાંકો,
તો હિસાબ કેમ રાખવો બીજા ના કર્મોનો?
મળે છે સૌને પોતાના કર્મોનુ ફળ,
તો હિસાબ કેમ રાખવો બીજાનો?
વિશ્વાસ કરી લે કુદરત પર તુ….!

જિંદગીનુ સ્મિત છે તુ!

આ કવિતા મેં મારા પતિ સુરિલ માટે લખી છે. આજે એનો જન્મદિવસ છે, એ દિવસ
પર હું એને આ કવિતા એક ભેટ તરીકે આપવા માગું છું.

આવકાર મળ્યો તારી દુનિયામાં જ્યારથી,
ત્યારથી થઇ મારી દુનિયા કંઇક અનેરી.
કંઇક નવી શરૂઆત કરવાની પ્રેરણા,
મળે છે મને તારાથી.
ખુદ મારા પર વિશ્વાસ કરવાનો વિશ્વાસ,
મળે છે મને તારાથી.
કામ પાર પાડવાનું પ્રેરક બળ,
મળે છે મને તારાથી.
કશે જો પડી જઇશ, તો ઉભા થવાનો
સાથ અને સહકાર મળે છે તારાથી.
કશે જો અટકીશ, તો રસ્તાઓ
અનેક મળે છે મને તારાથી.
હંમેશા લાગણી, હૂંફ અને કાળજી
મળે છે મને તારાથી.
જિંદગીને ખુલ્લા હૃદયે અને આનંદી મિજાજમાં,
જીવવાની શીખ મળે છે મને તારાથી.
પતિ-પત્નીના સંબંધને એક મિત્રતાના સંદર્ભે,
જોવાનો નઝરીયો મળે છે મને તારાથી.

એક મિત્ર અને એક માર્ગદર્શકના રૂપમાં,
મને પતિ તરીકે મળ્યો છે તુ.

એટલે જ તો,
મારી આંખોની ઠંડક છે તુ!
મારા હૈયાનું સુરિલુ ગીત છે તુ!
મારી જિંદગીનુ સ્મિત છે તુ!

દુર છતાં નજીક

આપે છે સુરજ રોશની એના કિરણોથી,
કિરણો છે દુર છતાં નજીક.
એટલે જ કદાચ,
આપણા મન ને રોશની આપતા આપણા સ્વજનો
હોય છે દુર છતાં નજીક.

આપે છે પવન ઠંડક એની હવાથી,
હવા છે દુર છતાં નજીક.
એટલે જ કદાચ,
આપણા મન ને ઠંડક આપતા આપણા સ્વજનો
હોય છે દુર છતાં નજીક.

અંતર હોય ગમે તેટલું આપણા સ્વજનોથી પણ
દિલથી દિલનો સંબંધ એકબીજાને પહોંચી જ જતો હોય છે.

અટકે છે, શા માટે? ( Poem in Gujarati Language)

ઉગે છે સૂર્ય રોજ જ સવાર રૂપે,

આથમે છે સૂર્ય રોજ જ સાંજ રૂપે,

ઉગશે એ આથમશે અને

આથમશે એ ઉગશે જ.

છે બંનેનો મહિમા અનેરો,

તો તુ શા માટે અટકે છે?

 

ચમકી ઉઠે છે ધરતી સૂર્યના પ્રકાશિત કિરણોથી,

સજી ઉઠે છે ધરતી તારા અને ચંદ્રની ચાંદનીમાં,

અજવાળાંનો છે મહિમા તો,

અંધકારનો પણ છે મહિમા.

તો તુ શા માટે અટકે છે?

 

શોધ તારી અંદરની ચમકને,

જાણ તારી શક્તિને!

માણ રાતની નીરવતાના સૌંદર્યને,

ડુબી જા તારા સપનાની રાતમાં,

તરી જા તારા સપનાની સવારમાં.

તો તુ શા માટે અટકે છે?

 

સુખ રૂપી સવાર અને દુઃખ રૂપી રાત,

એ તો સાગર અને કિનારો છે.

છે જુદા જુદા છતાં જોડાયેલા!

આ જ તો સૌંદર્ય છે એનુ.

તો તુ શા માટે અટકે છે?

 

છે જીવન-સંધ્યા આ જ,

અંધકાર રૂપી અને ઉજાસ રૂપી સંજોગો,

એટલે જ ઉજાસ રૂપી સંજોગોથી અંજાઇશ નહીં,

અને અંધકાર રૂપી સંજોગોથી ગભરાઈશ નહીં.

રાખજે સમભાવ તુ બંનેનો.

છે બંનેનો મહિમા અનેરો!