ખોવાઈ ગયો સમય

જેમ પાનખર ઋતુમાં ઝાડના પાંદડા ખરી પડે છે,
તેમ જીવનનો પાંદડા રૂપી સમય ખરી પડે છે.

જીવનમાં જીતવાની ચાહમાં ને ચાહમાં,
જીવન જીવવાનો સમય ક્યાંય ખોવાઈ ગયો.

જીતવું અને જીવવું એનો ફરક સમજાયો,
ત્યારે સમય ક્યાંય ખોવાઈ ગયો.

જીવનમાં એકબીજા સાથે સ્પર્ધા કરવાની ચાહમાં ને ચાહમાં,
જીવનમાં એકબીજા સાથે આનંદ મેળવવાનો સમય ક્યાંય ખોવાઈ ગયો.

જ્યારે હું સમયને શોધવા નીકળી,
ત્યારે સમજાયું, જાગ્યા ત્યારથી સવાર.

હવે જીવનનો આનંદ મેળવવામાં સમય આપું છું,
હવે જીવનને સુંદર બનાવવામાં સમય આપું છું.

દિલમાં અનેરી શાંતિ મળી રહી છે!
જીવનમાં અનેરી સમજણ મળી રહી છે!

Gujarati translation of kho gaya samay from my book jivan ke shabd

Buy Now: Jivan Ke Shabd
Amazon Link: Jivan Ke Shabd

12 thoughts on “ખોવાઈ ગયો સમય

Add yours

  1. વાહ હરીનાબહેન…
    આપની કવિતા વાંચતાં વાંચતાં,
    ખબર જ ના પડી
    મારો સમય ક્યાં ખોવાઈ ગયો.

    1. ખૂબ ખૂબ ધન્યવાદ.. તમને કવિતા આટલી બધી પસંદ આવી..એ જાણી ખૂબ ખુશી મળી 😊🙏🙏

Leave a Reply

Up ↑

%d bloggers like this: