માંગણીઓ બસ માંગણીઓ,
જાણે ચારેકોર એનો જ પવન ફૂંકાયો!
બસ બધું જોઈએ જ છે,
પણ આપવું કશુ નથી.
પ્રેમની માંગણી, માન-સન્માનની માંગણી,
આ જ બૂમાબૂમ થઈ રહી છે.
પણ વળી માંગવાથી મળે એનુ શું મૂલ્ય?
આ તો ભેટ જેવું છે, આપવું પડે પહેલા!
બીજાને આપશો તો અનેકગણું પાછું મળશે,
માંગવાથી તો બહુ થોડું મળશે.
સંતાઇ ગઇ છે માણસાઈ ,
અને દેખાઈ રહી છે કપટતા.
એકબીજાની ઈર્ષ્યા, લોકોની વાહ-વાહ લેવી,
હું જ સાચો, હું જ મોટો આ અભિમાન,
આ જ ગ્રંથિઓ ઉપર ઉઠી રહી છે,
અને માણસાઇ નીચે દબાઈ રહી છે.
માણસ તરીકે જન્મ લીધો છે,
તો માણસ બનીને રહીએ.
એક હાથમાં વિશ્વાસ અને કાળજી,
બીજા હાથમાં સમજણ અને સ્વીકાર,
સાથે લઈને ફરીએ આપણે.
માણસ થઇને રહીએ આપણે!
that is beautiful!
LikeLike
Thank you so much bhai..
LikeLike