આપણે હકારાત્મકતા ની શક્તિ જાણીએ છીએ, પરંતુ આપણે તેને આપણા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ તે સૌથી મોટો કોયડો છે. જેમ દરેક કોયડા નો ઉકેલ છે, તેમ ઉકેલને સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે, આશા છે કે આ ઉકેલ મદદ કરી શકે!
હું હકારાત્મક ઊર્જા માટે તમારે ધ્યાન આપવું જોઈએ તે બાબત વિશે વાત કરી રહો નથી. સકારાત્મક ઉર્જા એ ફક્ત “તમે” છો તમે હકારાત્મક ઊર્જાનો સ્ત્રોત છો પરંતુ મોટેભાગે એક દિનચર્યામાં વ્યસ્ત હોવાથી તેને ખ્યાલ કરી શકતા નથી.
પરિસ્થિતિઓ વિશે આપણે મનમાં એક ચોક્કસ રૂપરેખા/ વ્યાખ્યા ધરાવીએ છે કે જ્યારે પરિસ્થિતિઓ આપણા તરફેણમાં હોય ત્યારે આપણે ‘સુખી/ ખુશ પક્ષી’ છીએ, અને જો તે વિપરીત છે તો આપણે ‘ઉદાસ પક્ષી’ છીએ. આપણા સુખ પરિસ્થિતિઓ પર આધારિત છે. અને જ્યારે પરિસ્થિતિઓ માગણીઓ પ્રમાણે ન હોય ત્યારે આપણે જીવનમાં અસંતોષ સ્થિતિથી પીડાઈએ છે.
ઊર્જાસભર બનવાનો અંતિમ રસ્તો પરિસ્થિતિઓથી અલગ થઈ જવાનો છે. આ એ સિદ્ધાંત છે કે જે તમારે વ્યવહારિક રીતે લાગુ કરવો જોઈએ. નવા વિચારો અમલમાં મૂકવા માટે તમારા મનને કેળવણી આપો. આ આપણી જાતને સુખ અને સંતોષ આપે એ રહસ્ય છે. તે આધ્યાત્મિક માર્ગ તરફ પણ લઇ જાય છે.
તમારા અસ્તિત્વમાં કૃતજ્ઞતા રાખો, તમારી પરિસ્થિતિઓમાં સંતોષ અનુભવો. પરમેશ્વરમાં શ્રદ્ધા રાખો, તેમની પાસેથી આશીર્વાદ મેળવો, જીવનને તે પ્રમાણે સ્વીકારો કે તે તમારા ભગવાન દ્વારા અપાયેલી ભેટ છે. તેથી, તે જે કંઈ આપે છે તે તમારા માટે સારું જ છે. જે તમારા ગુરુએ (ભગવાને) તમારા માટે લખ્યું છે, તે તમારા માટે તદ્દન યોગ્ય છે. તે દુનિયામાં સત્ય છે. તેના પર વિશ્વાસ કરો.
આ વિચાર અનુસરવાથી, તમે સંતોષ વિકસાવી શકો છો. આ દ્વારા, તમારા મનથી તમારા અસ્તિત્વ (વ્યક્તિત્વ) માં આ હકારાત્મકતા ફેલાઈ જાય છે. આ તમારી ઊર્જા બની જાય છે તેથી, તમે તમારા માટે જ હકારાત્મક ઊર્જાનું સ્ત્રોત બની શકો છો.
ચાર્ટ 1: સંતોષ વર્તુળ
સંતોષ ચાર્ટ બતાવે છે કે જ્યારે તમે સંતોષકારક સ્થિતિમાં છો, ત્યારે તમને હકારાત્મકતા લાગે છે જે હકારાત્મક ઊર્જામાં પરિવર્તિત થાય છે. હકારાત્મક ઊર્જા સુખ અને શાંતિ તરફ દોરી જાય છે તે તમારી હકારાત્મક શક્તિ છે. જે તમે તમારા પોતાના દ્વારા જ બનાવી છે.
ચાર્ટ 2: અસંતોષ વર્તુળ
અસંતોષ ચાર્ટ બતાવે છે કે જ્યારે તમે અસંતોષ સ્થિતિમાં છો, ત્યારે તમને નકારાત્મક ઊર્જામાં બદલાતી નકારાત્મકતા લાગે છે. નકારાત્મક ઊર્જા તિરસ્કાર અને હતાશા તરફ દોરી જાય છે તે તમારી નકારાત્મક શક્તિ છે. જે તમે તમારા પોતાના દ્વારા જ બનાવી છે.
આ રીતે, આપણી પાસે પહેલાથી જ ઊર્જા શક્તિ છે. તમે જે ઊર્જા શક્તિ ઇચ્છો તે તમારે પસંદ કરવી જોઈએ. દેખીતી રીતે, બધા ને હકારાત્મક ઊર્જા શક્તિ જોઇએ છે જે ચાર્ટ 1 માં બતાવી છે. પરંતુ મોટાભાગે આપણે તેને મેળવવાનો પ્રયાસ કરી રહ્યા નથી તેથી આપણે ચાર્ટ 2 ના ભોગ બનીએ છીએ.
મનુષ્ય પાસે બધી શક્તિ છે જે આપણે ઈચ્છીએ છીએ. પરંતુ આપણે આપણા સ્વયં પર ધ્યાન કેન્દ્રિત કરીને અને આપણી ઊર્જા શોધી કાઢીને તેનો ખ્યાલ રાખવો જોઈએ. જો આપણે તે મેળવીએ, તો આપણે જે જોઈએ તે બધું હાંસલ કરી શકીએ છીએ. તે આપણા ઉપર છે કે આપણે જીવનમાં કેટલી ઇચ્છા રાખીએ છીએ.
સંતોષ સ્થિતિ જીવનમાં ઉત્પાદકતા તરફ દોરી જાય છે. તમારું વ્યક્તિત્વ ખુશખુશાલ બને છે અને ગમે તે તમારી ભૂમિકા છે, તમારા કાર્યો છે, તમે વધુ સારી રીતે પ્રદર્શન કરો છો અને શ્રેષ્ઠ પરિણામો મેળવો છો. જો કેટલીક પરિસ્થિતિઓ સારી ન હોય તો પણ, તમે તેને પ્રશાંતિ સાથે બદલવાનો પ્રયાસ કરી શકો છો.
જે સ્થિતિ તમે નિયંત્રિત કરી શકતા નથી તે તમારા મનમાં અને તમારા હૃદયમાં ભાર આપે છે. તમે આ વિચારને અપનાવીને મુક્ત પક્ષી બની શકો છો અને તમારી શાંતિ અને ખુશીને વળગી શકો છો. જ્યારે આપણે ” શું થવુ જોઈતુ હતુ ” અને ” શું હશે અથવા થશે ” એ છોડી વર્તમાનમાં શું છે તે સ્વીકારીશું તો પુષ્કળ આનંદ મળે છે.
વર્તમાન મા રહો અને તમારા અસ્તિત્વ માટે સંતોષ અને હકારાત્મક ઊર્જા અનુભવ કરો. આ માર્ગ પર તમારા જીવનનું વાહન ફેરવો અને સંપૂર્ણ ખુશી મા મુસાફરી આગળ ચલાવો!
Leave a Reply